Sunday, July 18, 2010

ARTICAL

આર્કિટેક્ટ અને આટિર્સ્ટ શ્વેતા મિસ્ત્રી

Source: Shefali Pandya 'Ami' |

અત્યાર સુધીમાં શ્વેતાએ અનેક પ્રકારના પેઇન્ટિંગ્સ અને ગૃહસજાવટની વસ્તુઓ બનાવી છે. એ કહે છે, ‘મેં ટિશ્યૂ પેપરમાંથી લેમ્પશેડ, સેન્ડવર્ક, ફેબ્રિક પેઈન્ટિંગ, અવરગંડીના ફ્લાવર્સ, ક્રેકલ પેઇન્ટિંગ, નાયલોનની દોરીમાંથી નાના ઝૂલા, મેગેઝિન હોલ્ડર, નેપ્કિન હોલ્ડર, લોટમાંથી ફોટોફ્રેમ વગેરે બનાવ્યાં છે. આજે પણ હું જોબ પરથી આવું એટલે થોડી વાર તો કંઇક બનાવવા બેસી જ જાઉ. તેનાથી હું ગમે તેટલી થાકી ગઇ હોઉ, તો પણ ફ્રેશ થઇ જાઉ છું.’ આવી અનેકવિધ વસ્તુઓ બનાવવા માટે શ્વેતાએ કોઇ ક્લાસીસ નથી ભર્યા.

માત્ર ઓગણીસ વર્ષની વયમાં કોઇ યુવતી અભ્યાસ પૂરો કરી નોકરી કરવાની સાથે આકર્ષક પેઇન્ટિંગ્સ, વિવિધ ક્રાફ્ટ બનાવતી હોય એવું કોઇ કહે તો માનવામાં આવે ખરું? અમદાવાદની શ્વેતા મિસ્ત્રીએ માત્ર ઓગણીસ વર્ષની વયે એવા સુંદર પેઇન્ટિંગ્સ, હેન્ડીક્રાફ્ટની વિવિધ વસ્તુઓ બનાવે છે કે બે ઘડી તો જોતાં જ રહી જઇએ.
શ્વેતા કહે છે, ‘મને પહેલાંથી જ ડ્રોઇંગનો શોખ હોવાથી મમ્મી-પપ્પા તરફથી મને ખૂબ સપોર્ટ મળ્યો. તેઓ મને એક્ઝિબિશન જોવા લઇ જાય, કંઇ નવું બનાવવા માટે પ્રોત્સાહિત કરે. ક્યાંક કંઇ સારી વસ્તુ કે પેઇન્ટિંગ જુએ તો તેનો ફોટો લેતાં આવે.
મેં દસમા ધોરણ સુધીમાં અનેક ડ્રોઇંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. દસમું ધોરણ પાસ કર્યા પછી મને અભ્યાસ કરતાં વધારે ડ્રોઇંગનો શોખ હોવાથી આર્કિટેક્ટનો ડિપ્લોમા કોર્સ કર્યો.’
અત્યાર સુધીમાં શ્વેતાએ અનેક પ્રકારના પેઇન્ટિંગ્સ અને ગૃહસજાવટની વસ્તુઓ બનાવી છે. એ કહે છે, ‘મેં ટિશ્યૂ પેપરમાંથી લેમ્પશેડ, સેન્ડવર્ક, ફેબ્રિક પેઈન્ટિંગ, અવરગંડીના ફ્લાવર્સ, ક્રેકલ પેઇન્ટિંગ, નાયલોનની દોરીમાંથી નાના ઝૂલા, મેગેઝિન હોલ્ડર, નેપ્કિન હોલ્ડર, લોટમાંથી ફોટોફ્રેમ વગેરે બનાવ્યાં છે.
આજે પણ હું જોબ પરથી આવું એટલે થોડી વાર તો કંઇક બનાવવા બેસી જ જાઉ. તેનાથી હું ગમે તેટલી થાકી ગઇ હોઉ, તો પણ ફ્રેશ થઇ જાઉ છું.’ આવી અનેકવિધ વસ્તુઓ બનાવવા માટે શ્વેતાએ કોઇ ક્લાસીસ નથી ભર્યા.
હા, ક્યાંય હેન્ડીક્રાફ્ટ અંગે વર્કશોપ હોય તેમાં ગયા વિના ન રહે. શ્વેતા કહે છે, ‘મેં આ બધી વસ્તુઓ ક્યાંક એક્ઝિબિશનમાં, તો ક્યારેક ટીવી પ્રોગ્રામમાં જોઇને બનાવી છે. ક્યારેક વળી અમસ્તાં જ વિચાર આવે તો પણ કંઇક અવનવું બનાવી લઉ છું.
ઘરમાં માટીના જૂના પોટ પડ્યાં હોય તેને ફેબ્રિક કલર કરી, મોતીથી ડેકોરેટ કરું, તો થ્રી ડી ગ્લિટરવાળા ટીશર્ટ પણ પેઇન્ટ કર્યા છે.’ જે ઉંમરે યુવતીઓ ફ્રેન્ડ્ઝ સાથે સમય પસાર કરતી હોય, એ ઉંમરે શ્વેતાએ જે વસ્તુઓ તૈયાર કરી છે, તે જોતાં લાગે કે આ યુવતી ભવિષ્યમાં સારી કલાકાર તરીકે ખ્યાતિ મેળવે તો નવાઇ નહીં.

No comments:

Post a Comment